સુરત તા. 13 માર્ચ 2020 શુક્રવાર
ખોટા
કારણો આગળ ધરીને વીમાદારનો મેડી ક્લેઈમ નકારનાર વીમા કંપનીની સેવામાં ખામી બદલ
વીમાદારે વ્યાજ સહિત વળતર વસુલાતની માંગ કરતાં વીમા લોકપાલે વીમાદારને વ્યાજ સહિત
મેડી ક્લેઈમની રકમ 30 દિવસમાં ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
સરથાણા ખાતે શાંતિનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી ધર્મેશ કાકડીયાએ ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીનો મેડી ક્લેઈમ ધરાવતા હતા.જેની પોલીસી અમલમાં હોવા દરમિયાન વર્ષ-2017માં વીમાદારની જમણી આંખમાં સમસ્યા જણાતા નિદાન કરાવ્યું હતુ.જે અંગે વીમાદારની આંખમાં કેરેટોકોનસ થયાનું નિદાન આવતાં ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેનો કુલ તબીબી ખર્ચ રૃ.33 હજાર થતાં દસ્તાવેજી પુરાવા સાથે વીમાદારે વીમા કંપની પાસે ક્લેઈમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીએ કોસ્મેટીક સર્જરી કરાવી હોવાનું કારણ આગળ ધરીને મેડી ક્લેઈમ રદ કરતા વીમાદારે સેવામાં ખામી બદલ વીમા કંપની વિરુધ્ધ વીમા લોકપાલમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી બાદ વીમાદારની રજૂઆતોને માન્ય રાખીમેડી ક્લેઈમની રકમ વ્યાજ સહિત ચુકવી આપવા વીમા લોકપાલે વીમા કંપનીને હુકમ કર્યો છે.

