- એસ.એસ.અગ્રવાલ કૉલેજે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફંડના નામે રૃા.3000 વસુલતા નર્મદ યુનિ.ને ફરિયાદ થઇ હતી
સુરત
સ્ટુડન્ટ ડેવલપમેન્ટના નામે રૃા.૩,૦૦૦ વધુ ફી લેનારી નવસારીની એસ.એસ.અગ્રવાલ કોલેજ વિરુદ્વ એબીવીપી દ્વારા ફરિયાદ થતા મામલો યુનિવર્સિટી સુધી પહોંચતા વધારાની લીધેલી ફી સાત દિવસમાં પરત કરવાનો આદેશ કર્યો હતો.
નવસારીની એસ.એસ.અગ્રવાલ કોલેજ ઓફ કોર્મસ એન્ડ મેનેજમેન્ટના બીબીએ સેમેસ્ટર-૬ અને બીસીએ સેમ-૬ અને બીસીએ સેમ-૪ અને ૬ માં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફંડના નામે ફીમાં વધારો કરીને ૩,૦૦૦ જેટલી વધુ ફી લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની રજુઆતના પગલે એબીવીપી દ્વારા ફરિયાદ થતા સિન્ડીકેટ બેઠકમાં પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો કે વિદ્યાર્થી દીઠ ડેવલપમેન્ટ ફંડનો સમાવેશ દરેક સંસ્થાએ ટયુશન ફીમાં જ કરવાનો રહેશે. ડેવલપમેન્ટ ફંડ સંસ્થાએ ભોગવાનું રહેશે. આ હુકમ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે કોલેજના સંચાલકોને જુના માળખા મુજબ ફી લેવાની સુચના આપવામાં આવી છે. અને જે વધારાની ફી વસુલવામાં આવી છે. તે સાત દિવસમાં પરત કરી દેવામાં આવશે.


