વાહન અકસ્માતમાં મૃત્તકના વારસોને રૃા.28.03 લાખ વળતર ચુકવવા હુકમ
સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોનું વડાલાથી મુંબાદેવી દર્શને જતા કાર પલટી જતા મોત થયું હતું
સુરત
સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોનું વડાલાથી મુંબાદેવી દર્શને જતા કાર પલટી જતા મોત થયું હતું
નવ
વર્ષ પહેલાં પાંડેસરાના વર્મા પરિવારની કાર મહારાષ્ટ્રમાં પલટી જતા ત્રણ સભ્યોના
મોતના કેસમાં મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ
જજ શકુંતલાબેન એન.સોલંકીએ કાર માલિક તથા વીમા કંપનીને કુલ રૃ.28.03 લાખ વળતર મૃતકના
વારસોને ચૂકવી આપવા હુકમ કર્યો છે.
બમરોલી પાંડેસરા ખાતે સુખીનગરમાં રહેતા 45 વર્ષીય ઋષિકેશ શીવકુમાર વર્મા, 40 વર્ષીય પત્ની રાજેશ્રીબેન તથા 18 વર્ષીય પુત્રી રાગીણીબેન વર્મા ગઈ તા.5-11-16ના રોજ ઝહીરુદ્દીન જોખાત ખાન(રે.શાસ્ત્રીનગર,વડાલા મુંબઈ)ની માલિકીની સેન્ટ્રો કારમાં વડાલાથી મુંબાદેવી દર્શને જતા હતા. ત્યારે ડોંગરી પોલીસ મથકની હદમાં ઈસ્ટર્ન ફ્રી હાઈવે સઉથ બ્રાડ પી.ડી.મેલો રોડ પર સેન્ટ્રો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી જતા ઋષિકેશભાઈ તેમના પત્ની રાજશ્રીબેન તથા પુત્રી રાગિણીનું ગંભીર ઈજાથી મૃત્યુ થયું હતું. મૃત્તકના વારસદાર પુત્રો-ભાઈ 23 વર્ષીય વિનય તથા સગીર રવિ વર્માએ કારચાલક, માલિક તથા ન્યુ ઈન્ડીયા કાર ઈન્સ્યુરન્સ કંપની વિરુધ્ધ ત્રણ અલગ અલગ ક્લેઈમ કેસ કરીને કુલ રૃ.33 લાખ અકસ્માત વળતર માંગ્યુ ંહતું. જેની સુનાવણી બાદ મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલે વાર્ષિક 9 ટકાના વ્યાજે મૃત્તક પિતા ઋષિકેશ વર્માના નિધન બદલ 11.89 લાખ, માતા રાજેશ્રીબેનના નિધન બદલ રૃ.9.24 લાખ તથા બહેન રાગિણીના નિધન બદલ 6.89 લાખ મળી કુલ 28.03 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.