Get The App

મેડીક્લેઇમ નકારનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ

છ બેડ ધરાવતી હોસ્પિટલ લોકલ ઓથોરીટીમાં નોંધાયેલી હોય તો અન્ય શરતો ધ્યાને લેવી નહી ઃ ગ્રાહક કોર્ટ

Updated: Dec 22nd, 2021

GS TEAM


Google News
Google News
મેડીક્લેઇમ નકારનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ 1 - image


સુરત

છ બેડ ધરાવતી હોસ્પિટલ લોકલ ઓથોરીટીમાં નોંધાયેલી હોય તો અન્ય શરતો ધ્યાને લેવી નહી ઃ ગ્રાહક કોર્ટ

વીમાદારની પુત્રીનો મેડી ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને ગ્રાહક સેવામાં ખામી બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.એમ.દવે તથા સભ્ય રૃપલબેન બારોટે મંજુર કરીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત વીમાદારને કુલ રૃ. 91 હજાર તથા અરજી ખર્ચ હાલાકી બદલ રૃ.5 હજાર ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

કતારગામ સિંગણપોર ખાતે શ્રધ્ધાદીપ રો હાઉસમાં રહેતા ફરિયાદી વિનોદ નાનજી વિરાણી એ નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની પરિવારના સભ્યોનું રીસ્ક કવર કરતી રૃ.3 લાખના સમએસ્યોર્ડ ધરાવતી બીઓઆઈ નેશનલ સ્વાસ્થ્ય વીમા પોલીસી ધરાવતા હતા. દરમિયાનિ તેમની પુત્રીને ડેવીએટેડ નેસલ સેપ્ટમની સારવાર મુંબઇની હોસ્પિટલમાં કરાવાતા થયેલા રૃા.91 હજાર સારવાર ખર્ચ માટે ક્લેઇમ કર્યો હતો. પણ વીમા કંપનીએ સારવાર લેવાઇ તે સ્થળ હોસ્પિટલની વ્યાખ્યામાં આવતું ન હોવાનું કહી ક્લેઇમ નકારી કાઢતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. સુનાવણીમાં ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે, ફરીયાદીની પુત્રીએ જે સ્થળે સારવાર લીધી તે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સર્ક્યુલર મુજબ છ બેડ ધરાવતી હોસ્પિટલ છે. વીમા કંપનીએ ખોટા કારણોસર ક્લેઈમ નકારી કાઢી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી છે. ગ્રાહક કોર્ટે ક્લેઇમની રકમ વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપની હુકમ કરી જણાવ્યું હતું કે, છ બેડ ધરાવતી હોસ્પિટલ લોકલ ઓથોરીટીમાં નોંધાયેલી હોય તો અન્ય શરતને ધ્યાનમાં લેવી નહીં.

 

Tags :