Get The App

અકસ્માતના કેસમાં મૃતકના વારસોને 28.64 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Dec 6th, 2023

GS TEAM

Google News
Google News


અકસ્માતના કેસમાં મૃતકના  વારસોને 28.64 લાખ વળતર ચુકવવા હુકમ 1 - image

સુરત

15 વર્ષ પહેલા મુંબઇ-અમદાવાદ હાઇવે પર મ્યુનિ.ના ડ્રેનેજ વિભાગના કર્મચારીની બાઇકને કારે અડફટે લીધી હતી

આજથી 15 વર્ષ પહેલાં મુંબઈ-અમદાવાદ રોડ પર કાર હડફેટે મૃત્તક સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારી યુવાનના વારસોને 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.28.64 લાખ અકસ્માત વળતર ચુકવવવા  મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવે એ  હુકમ કર્યો છે.

સુરતના લાલદરવાજા ખાતે રહેતા તથા સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગમાં કર્મચારી એવા 32 વર્ષીય રશ્મીકાંત કનૈયાલાલ દેલ્હીવાલા  તા.2-10-08ના રોજ પોતાના મિત્રના મોટર સાયકલ પર સંબંધી સાથે સચીનથી પરત ફરતો હતો. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આમદપોર ગામની સીમમાં ક્વોલીસ કારના ચાલક-માલિક ઘનશ્યામ મનોહર અમીન (રે.ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ,માંજલપુર વડોદરા)એ  મોટર સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી રશ્મીકાંત દેલ્હીવાલાનું નિધન થયું હતુ.

જેથી મૃત્તક યુવાનના વિધવા પત્ની રેણુકાબેન,સગીર સંતાનો ઈશા,વિહાંગ તથા માતા-પિતા કનૈયાલાલ તથા હંસાબેન દેલ્હીવાલાએ કાર ચાલક-માલિક તથા વીમા કંપની પાસેથી રૃ.31.81 લાખ અકસ્માત વળતર માગ્યું હતું. સુનાવણીમાં જણાવાયું હતું કે, મૃત્તકની ઉંમર 32 વર્ષની તથા સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગમાં નોકરી કરી માસિક રૃ.11 હજાર આવક ધરાવતા હતા. જેથી મૃત્તકની વય,માસિક આવક તથા ભવિષ્યની ખોટને ધ્યાને લઈને ટ્રીબ્યુનલ જજે વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.28.64 લાખ વળતર ચુકવવા કાર ચાલક, માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે.

Tags :