ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Rain Forecast in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદનુ ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, 10મી ઓગસ્ટે છ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. સવારના 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ છ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, રવિવારે (10મી ઓગસ્ટ) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. જેના કારણે 12મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે. 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26મીથી 30મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.