Gujarat

જામનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટરનો નવતર વિરોધ

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
નવાગામમાં ડીપી કપાતમાં ચાર ચાર પેઢી જુના મકાનો મનપાએ તોડી પાડ્યા હોવાથી મકાનનો મુખવટો પહેરી વિરોધ દર્શાવ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટરનો નવતર વિરોધ

Jamnagar : જામનગર મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી, તે પહેલાં વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ બોર્ડની બહાર નવતર પ્રકારે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં નવાગામ ઘેડમાં ટી.પી.કપાત હેઠળ સંખ્યાબંધ મકાનો તોડી પાડ્યા હોવાથી પોતે મકાનનો મુખવટો પહેરીને બોર્ડમાં આવ્યા હતા.

છેલ્લી ચાર ચાર પેઢીથી જે લોકો પોતાના મકાન બનાવીને ત્યાં રહે છે, તે લોકોના મકાનો બળજબરીપૂર્વક કપાતના નામે પાડી નાખ્યા છે તેઓને નવા મકાન આપવાની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોતે મકાનનો મુખવટો પહેરીને આવ્યા હતા ત્યારે તેમના અન્ય એક સાથીદારને સરકારના જેસીબીનો ફોટો પહેરાવ્યો હતો, જેના ઉપર 'જેસીબી રૂપે સરકારી દાનવ' લખેલું હતું. જ્યારે પોતે પહેરેલા મુખવટામાં 'ગરીબોનું મહેનતનું ઘર' લખાણ લખ્યું હતું. આ પ્રકારેના નવતર વિરોધને લઈને કુતુહલ પ્રસર્યું હતું. રચનાબેન નંદાણીયાએ જે લોકોના ઘર કપાતના નામે તોડી પાડવામાં આવ્યા છે, તેઓને તાત્કાલિક અસરથી નવા મકાનો આપવાની ઉગ્ર માગણી કરી છે.