મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો પેટા કોન્ટ્રાકટ અપાયો
વિશ્વબેન્કની લોનમાંથી વિશ્વબેન્ક દ્વારા બ્લેક લિસ્ટ કરાયેલી કંપનીને સોંપાયેલી કામગીરીની તપાસ કરાવવા રજૂઆત
અમદાવાદ,શુક્રવાર,19 સ્પટેમ્બર,2025
અમદાવાદમાં વર્લ્ડ બેન્કની રુપિયા ત્રણ હજાર કરોડની
લોનમાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,સ્ટ્રોમ
વોટર ડ્રેનેજના કામ કરાશે તેવો કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનની
બોર્ડ બેઠકમાં વર્લ્ડ બેન્કની લોનમાંથી વર્લ્ડ બેન્ક દ્વારા ડી-બાર કરાયેલી કંપની એસ.એફ.સી.ને પીરાણા ખાતે રુપિયા
૬૦૦ કરોડના ખર્ચે ૪૨૪ એમ.એલ.ડી.ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની
કામગીરીમાં પેટા કોન્ટ્રાકટ આપવામા આવ્યો હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો
હતો.વિશ્વ બેન્કે બ્લેક લિસ્ટ કરેલી કંપની પાસે કરાવાઈ રહેલી કામગીરી અંગે તપાસ
કરાવવા મ્યુ.કમિશનર સમક્ષ માંગ કરાઈ હતી.
મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન
વિપક્ષનેતાએ વિશ્વબેન્કની ત્રણ હજાર કરોડની લોનનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.પીરાણા
ખાતે ૪૨૪ એમ.એલ.ડી.ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ૨૫ ઓકટોબર-૨૪ના રોજ
એલ.એન્ડ.ટી.ને રુપિયા ૬૦૦ કરોડના
ખર્ચે દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ
સાથે કામગીરી સોંપવામા આવી હતી.સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે જરુરી એવી
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રક્રીયા માટે સી-ટેક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે.પીરાણા
ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા એલ.એન્ડ ટી.દ્વારા સી-ટેક ટેકનોલોજી તથા
મશીનરીનો વપરાશ કરવામા આવે છે તે કામગીરી તથા ટેકનોલોજી માટે એસ.એફ.સી.નામની
કંપનીને પેટા કોન્ટ્રાકટ આપી તેના દ્વારા કામગીરી કરાવાઈ રહી છે.મ્યુનિસિપલ
કમિશનરને આ અંગે પુરાવા આપી તાકીદે કાર્યવાહી કરાવવા રજૂઆત કરાઈ હતી.