Gujarat
મિક્સર મશીનમાં પાણી ચેક કરવા જતા ઓપરેટરને કરંટ લાગતા મોત
By GS TEAM
14 Jul 20251 min read

વડોદરા,સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન પાણી ચેક કરવા માટે મિક્સર મશીનની ઉપર ઓપરેટર ચઢ્યો હતો. તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં તેનો હાથ અડી જતા કરંટ લાગતા તે નીચે પટકાતા મોત થયું હતું.
વાઘોડિયા રોડ હનુમાનપુરા અલ્ટ્રામિક્સ કોંક્રિટ કંપનીમાં પંપીંગ ઓપરેટર નોકરી કરતો મૂળ યુ.પી.નો રાજેન્દ્ર નેવાસભાઇ (ઉં.વ.૨૪) ગઇકાલે સાંજે પોણા આઠ વાગ્યે સયાજીપુરા પટેલ ફળિયામાં એક મકાનમાં સ્લેબ ભરવાનું કામ ચાલતું હતું. તે દરમિયાન પાણી ચેક કરવા માટે મિક્સર મશીન પર ચઢ્યો હતો. તે દરમિયાન તેનો હાથ ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડી જતા કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








