Get The App

કોંગ્રેસના મહામંત્રીને ઓપરેશન સિંદૂર અંગે ટિપ્પણી કરવી ભારે પડી, સીઆઇડી ક્રાઇમના સાયબર સેલે કરી ધરપકડ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
કોંગ્રેસના મહામંત્રીને ઓપરેશન સિંદૂર અંગે ટિપ્પણી કરવી ભારે પડી, સીઆઇડી ક્રાઇમના સાયબર સેલે કરી ધરપકડ 1 - image


Operation Sindoor controversy : ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વાંધાજનક કોમેન્ટ કરવાના મામલે સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. રાજેશ સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ઓપરેશન સિંદૂરમાં રાફેલનો ખર્ચ નથી થયો તેના કરતાં ડબલ ખર્ચથી પબ્લીસીટી કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી અંગે કોમેન્ટ કરવામાં આવી હતી.

રાફેલના ખર્ચ કરતાં બમણો પ્રચાર ખર્ચ કરવામાં આવશે તેવી ફેસબુક પર કોમેન્ટ કરી હતી

ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની વિરુદ્ધ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા ગુનો નોંધાયો છે કે તેમણે તેમના ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે પોસ્ટ મૂકી હતી કે, રાફેલનો ખર્ચ થયો તેના કરતાં ડબલ ખર્ચ ફોટો અને પબ્લીસીટી માટે કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરનો શ્રેય સૈનિકોને મળશે નહીં. તેમજ અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી અંગે પણ ટિપ્પણી કરી હતી. 

આ બાબતે સીઆઇડી ક્રાઇમ સાયબર સેલના પીએસઆઇ અજય સ્વામીએ  ફરિયાદ નોંધાવી હતી કે રાજેશ સોનીએ સેનાના મનોબળને તોડે તેવી પોસ્ટ મૂકી છે. જેના આધારે કાર્યવાહી કરીને રાજેશ સોનીની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પોલીસ આનો દુરઉપયોગ કરી રહી છે. રાજેશ સોનીએ સેનાને શ્રેય મળવો જોઈએ તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી આ ફરિયાદ રાજકીય ઇશારે નોંધવામાં આવી છે.

Tags :