ભારતીય સેનાના મનોબળ મજબૂત બનાવવા તથા સિધ્ધિને વધાવવા મહાદેવજીને કરાયો ઓપરેશન સિંદુરનો શૃંગાર
કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી પર આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની આ સફળતા બાદ ચારેય તરફથી વધામણા થઈ રહ્યાં છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે શિવજીને ઓપરેશન સિંદુરનો શૃંગાર કરવામાં આવ્યો છે તેના દર્શન માટે લોકો ઉમટી પડ્યા છે.
પહેલગામના આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે સુરત સહિત ભારતમાં ભારે રોષ છે. જોકે, પાકિસ્તાન સેનાએ નાપાક હરકત કરીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને લશ્કરે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર આદરીને આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરીને તાલીમ કેન્દ્ર નેસ્ત નાબુદ કરી દીધા છે તેને ચારેય તરફથી લોકો વધાવી રહ્યા છે. સુરતના અડાજણ ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર ના સ્ટાફ, પુજારી અને ટ્રસ્ટીઓ દ્વારા ભારતીય સેનાના મનોબળ મજબૂત બનાવવા તથા સિધ્ધિને વધાવવા મહાદેવજીને કરાયો ઓપરેશન સિંદુરનો શૃંગાર કરવામાં આવ્યો છે. મહાદેવ મંદિરે કરવામાં આવેલા આ અનોખા શૃંગાર શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ શૃંગારના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યાં છે.