Gujarat

ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય

By GS TEAM
29 Nov 20251 min read
ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય

- રાહદારીઓ અને વાહનચાલકોને મોટી દુર્ઘટના થવાનો ડર

- નગરપાલિકાના આદેશનું ઉલ્લંઘન કરી રહેલા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટરના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. નગરપાલિકાના આદેશનું ઉલ્લંઘન કરી રહેલા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

ધ્રાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર એક ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતાં તે ખુલ્લી હાલતમાં છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ વિસ્તારમાં લોકોની અવર-જવર વધુ હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં, ભૂગર્ભ ગટરના સમારકામનો કોન્ટ્રાક્ટ ધરાવતા દીપેન ભાનુશાળી દ્વારા કામગીરી કરવામાં આવતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકોની માંગ છે કે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપીને તાત્કાલિક નવા ઢાંકણા નંખાવે જેથી કોઈ જાનહાનિ ન થાય.