Vadodara Corporation : વડોદરા પાલિકા દ્વારા હવે આવકના નવા સ્રોત તૈયાર કરવાના ઇરાદે તંત્રના ખુલ્લા પ્લોટ, ફૂટપાથ તથા બ્રિજ નીચેની ખુલ્લી જગ્યાઓનો કોન્ટ્રાક્ટ એક વર્ષની મુદત માટે જાહેર હરાજીથી આપીને વધારાની આવક ઊભી કરાશે.
જેમાં સમા સાવલી રોડની સમા ટીપી1, એફપી 50 જગ્યા સહિત તરસાલી ગુરુદ્વારા પાસે આવેલી રેવન્યુ સર્વે ન.216/બીની જગ્યા. એવી જ રીતે છાણી ફ્લાય ઓવર બ્રિજ નીચેની જગ્યા સહિત દુમાર ચોકડી પાસે આવેલા ફૂટપાથની જગ્યા. ઉપરાંત નટુભાઈ સર્કલ હરીનગર બ્રિજ પાસે ટીપી બે (સુભાનપુરા) એફપી 310 સહિત વડી વાડી પાણીની ટાંકી પાસે સીસ નં 1646ની જગ્યા, તેમજ સમા તળાવ પાસે મહારાણા પ્રતાપ રોડ ખાતે ટીપી 1 (સમા) એફપી 74,
એવી જ રીતે અટલ ઓવરબ્રિજ નીચે પિલર નં. 12થી19 (મનીષા ચોકડી) બ્રિજ નીચેની જગ્યા-એ તથા પિલર નં. 32થી 37 હનુમાનજી મંદિર પાસે બ્રિજ નીચેની જગ્યા-બી, તથા પીલર નં. 49થી 52 (મલ્હાર) બ્રિજ નીચેની જગ્યા-સી, ઉપરાંત બ્રિજ નીચે પિલર નં. 60થી 65 (ચકલી સર્કલ) બ્રિજ નીચેની જગ્યા-ડી, ઉપરાંત બ્રિજ નીચે પિલર નં. 87થી 93(આંબેડકર સર્કલ)-ઇ, સહિત બ્રિજ નીચે પિલર નં. 129થી 135 (ગેંડા સર્કલ)-એફ
તથા સમા જલારામ મંદિર સામે ટીપી 1 એફપી 04 ની ખુલ્લી જગ્યા વાહન પાર્કિંગ માટે માસિક લાયસન્સ ફીથી એક વર્ષ સુધીની મુદત માટે જાહેર હરાજીથી ભાડે આપવાનું પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની તમામ વિગત આગામી તા. 6 ફેબ્રુઆરી સુધીમાં પાલિકા ઓફિસે મોકલી આપવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.


