Get The App

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ 1 - image

- પોલીસ અને પાલિકાની પણ મિલીભગતનો આક્ષેપ 

- વર્ષ 2005 માં ગોમતીજી કિનારે 16 કરોડના ખર્ચે બનાવેલું પાર્કિંગ ગાર્ડન અને શોપિંગ સેન્ટર ખંડેર

ડાકોર : ડાકોરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાકગના નામે ખાનગી ટ્રસ્ટો અને રહેણાંક જગ્યાના માલિકો દ્વારા મનફાવે તેવા રૂ. ૩૦ થી રૂ. ૧૦૦ સુધીના ભાળા વસૂલીને સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પોલીસતંત્ર દ્વારા બેરીકેટિંગ કરીને વાહનોને ફરજિયાતપણે ખાનગી પાર્કિંગ તરફ વાળવામાં આવે છે,તેવો પણ આક્ષેપ કરાયો છે. જ્યારે નગરપાલિકાનું સરકારી પાર્કિંગ ખંડેર હાલતમાં પડયું છે.

ડાકોર નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૫ ગોમતીજી  કિનારે આશરે ૧૬ કરોડના ખર્ચે પાર્કિંગ ગાર્ડન અને શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તે તંત્રની બેદરકારીથી ખંડેર બની જવા પામ્યું છે. બીજી તરફ પોલીસના કેટલાક માણસો દ્વાર બેરીકેટિંગ કરી ખાનગી પાર્કિંગ માલિકોને લાભ મળી રહે તે રીતે વાહનોની અંતરાઈ કરી મોકલવામાં આવે છે, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ડાકોરમાં શ્રદ્ધાળુઓ જ્યારે વધુ ભાડા અંગે રજૂઆત કરે છે, ત્યારે પાર્કિંગ માલિકો ખુલ્લેઆમ 'પોલીસ અને પાલિકા બંનેને હપ્તા આપવા પડે છે' તેમ કહીને રૂ. ૧૦૦ ભાડું વસૂલે છે, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. ધર્મશાળાઓ જે રહેણાંક ટેક્સમાં ૭૫% માફી મેળવે છે, તેઓ પણ આ પ્રકારે પાર્કિંગ કરાવીને સરકારી આવક પર તરાપ મારી રહ્યાં છે, તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. સ્થાનિક દ્વારા આ મામલે લેખિતમાં રજૂઆત કરીને ખાનગી પાર્કિંગ બંધ કરવા અને કોર્મશીયલ ટેક્સ વસૂલવાની માગણી કરી છે.

પાકગ માટે પાલિકાની મંજૂરી લઈને ટેક્સ કોમશયલ કરાવવો પડશે : ચીફ ઓફિસર

ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, 'ખાનગી પ્લોટ માલિકોએ પાકગ કરાવવું હોય તો નગરપાલિકાની મંજૂરી લઈને ટેક્સ કોમશયલ કરાવવો પડશે. ધામક ટ્રસ્ટોને અપાતી માફીમાં પણ આગામી સામાન્ય સભામાં ઠરાવ કરીને સુધારો કરી કોમશયલ ટેક્સ લેવામાં આવશે.