વડોદરાના તરસાલી રીંગરોડ પાસે રૂપારેલ કાંસ ખુલ્લો હોવાથી જોખમી
Vadodara Corporation : વડોદરાના વોર્ડ-17માં તરસાલી રીંગરોડ પર દંતેશ્વર ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન પાસેના રૂપારેલ કાંસને પાકો કરીને ઢાંકી દેવા માટે વડોદરા કોર્પોરેશન 7.35 કરોડ ખર્ચ કરશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
શહેરના દક્ષિણ ઝોનમાંથી રૂપારેલ કાંસ પસાર થાય છે. જે કાંસ શહેરના પૂર્વ વિસ્તારમાંથી શરૂ થઇ દક્ષિણ વિસ્તારમાંથી નીકળીને જામ્બુવા નદીમાં મળે છે. જે પૈકી ગાજરાવાડી પંપીંગ સ્ટેશનના અપ સ્ટ્રીમ તરફ પાકી અને ડાઉન સ્ટ્રીમ તરફના ભાગે કાચી કાંસ છે. દર્શનમ એન્ટીકા કલ્વર્ટથી સોમા તળાવ રીંગ રોડ કલ્વર્ટ સુધી કાચો કાંસ છે. જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોને ખૂબ જ દુર્ગંધ ગંદકી અને મચ્છરોનો સામનો કરવો પડે છે. ઘણી વખત ખુલ્લી હોવાના કારણે ગાય ભેંસ પડી જવાનો ભય રહે છે. આવતા જતા લોકો માટે પણ જોખમી હોવાથી ઢાંકી દેવા માટે લોકો અને કોર્પોરેટર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.