Get The App

આરટીઈના બીજા રાઉન્ડ બાદ વડોદરાની સ્કૂલોમાં માત્ર 82 બેઠકો ખાલી પડી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
આરટીઈના બીજા રાઉન્ડ બાદ વડોદરાની સ્કૂલોમાં માત્ર 82 બેઠકો ખાલી પડી 1 - image

વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ વડોદરાની સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે અપેક્ષા પ્રમાણે જ વધારે ધસારો રહ્યો છે અને તેના કારણે બીજા રાઉન્ડના અંતે હવે આરટીઈ હેઠળની માત્ર ૮૨ જેટલી બેઠકો જ ખાલી રહી છે.

ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, આ પૈકીની મોટાભાગની બેઠકો હિન્દી માધ્યમની સ્કૂલોની હોવાથી હવે ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ઔપચારિકતા જ બની રહે તેવી શક્યતા વધારે છે.

ઉલ્લેખનીય છે કે, આરટીઈ હેઠળ વડોદરાની સ્કૂલોમાં આ વખતે ૪૮૫૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી.આરટીઈ હેઠળ પ્રવેશ ફોર્મ ભરવા માટે સરકારે આ વખતે આવકની મર્યાદામાં વધારો કર્યો હોવાથી ૧૦૦૦૦ કરતા વધારે ફોર્મ ભરાયા હતા.

જોકે બેઠકોમાં કોઈ ખાસ વધારો નહીં થયો હોવાથી પ્રવેશ માટે પડાપડી થવાની ધારણા સાચી પડી હતી.પહેલા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂરી થઈ ત્યારે માત્ર ૩૦૦ બેઠકો ખાલી રહી હતી.આ બેઠકો પર બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવાની કાર્યવાહી તા.૨૯ મેના રોજ પૂરી થઈ હતી.ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, મોટાભાગની ઉપલબ્ધ બેઠકો ભરાઈ ગઈ છે.હવે માત્ર ૮૨ બેઠકો ખાલી રહી છે.

આર્થિક સ્થિતિ સારી ના હોય અને છતા પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.કચેરીના સૂત્રોનું કહેવું છે કે, હવે આવા વાલીઓને પોતાના બાળકોને કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ અપાવવો પડે તેમ છે.

Tags :