Gujarat
વડોદરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો વધુ એક કેસઃકારમાંથી બે મિત્રો પકડાયા
By GS TEAM
1 Jul 20251 min read

વડોદરાઃ વડોદરામાં મોડીરાતે દારૃના નશામાં વાહનો હાંકતા ચાલકો સામે પોલીસ દ્વારા ઝુંબેશ ચાલુ રહી છે અને ગઇરાતે ફતેગંજમાં એક કારચાલક અને તેનાે મિત્ર દારૃના નશામાં પકડાયા હોવાનો બનાવ બન્યો છે.
ફતેગંજ નરહરી સર્કલ પાસે ગઇ રાતે સયાજીગંજ પોલીસ વાહનોનું ચેકિંગ હતી ત્યારે એક કારચાલકને તપાસતાં દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું.પૂછપરછમાં તેનું નામ સોહેલ કોનેન કાચવાલા (બોરસલી એપાર્ટમેન્ટ, આજવા રોડ) હોવાનું અને તેની સાથે અલીઅકબર અસગરઅલી સોરગવાલા (અંજલી એપાર્ટમેન્ટ,નવજીવન,આજવારોડ) પણ નશામાં જણાઇ આવતાં બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.








