Get The App

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12 બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12  બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું 1 - image

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ  સમિતિની સ્કૂલોના ૧૨ બિલ્ડિંગનું નવેસરથી બાંધકામ કરવા માટે એપ્રિલ મહિનામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જોકે ૮ મહિના બાદ આ પૈકી બે જ બિલ્ડિંગનુ બાંધકામ શરૃ થઈ શક્યું છે.

મળતી વિગતો પ્રમાણે નવા બિલ્ડિંગ બાંધવા માટે લગભગ ૫૦ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.જોકે આઠ મહિના બાદ માત્ર બે બિલ્ડિંગની કામગીરી શરૃ થઈ છે.ત્રણ બિલ્ડિંગ એવા છે જેનું ડિમોલિશન શરુ કરાયું છે પણ બાકીના બિલ્ડિંગ તો તોડવાની પણ કામગીરી હજી સુધી શરૃ કરવામાં આવી નથી.સૂત્રોનું કહેવું છે કે, ૬ મહિના પછી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બાકીના બિલ્ડિંગોનું કામ આગળ ધપાવવા માટે મંજૂરી મળી નથી.કારણકે ટેન્ડરિંગનું કામ વિલંબમાં પડયું છે.બીજી તરફ આ જર્જરિત બિલ્ડિંગોના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવામાં આવ્યા છે.આ સ્કૂલોનું શૈક્ષણિક ભારણ વધેલું છે અને બિલ્ડિંગો બનવામાં જેટલો વિલંબ થશે તેટલું બીજી સ્કૂલો પર વધારાના વિદ્યાર્થીઓને ભણાવવાનું ભારણ યથાવત રહેશે.બાંધકામ શરુ નહીંં થયું હોવાથી સ્કૂલોના બિલ્ડિંગો પણ અવાવારુ હાલતમાં પડયા છે અને તેનો દુરપયોગ થવાની શક્યતાઓ પણ વધી રહી છે.

કઈ સ્કૂલોના બિલ્ડિંગો નવા બનવાના છે

સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્કૂલ, જેતલપુર

જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક સ્કૂલ, વાડી

લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ, વાઘોડિયા રોડ

સ્વામી વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ, હરણી  રોડ

સંત જલારામબાપા પ્રાથમિક સ્કૂલ, નાગરવાડા

મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ, નિઝામપુરા

વીર સાવરકર કન્યા સ્કૂલ ,ગોરવા

વીર સાવરકર હિન્દી સ્કૂલ ,ગોરવા

રાજા રામમોહનરાય સ્કૂલ, સૈયદ વાસણા

પૂજ્ય રંગ અવધૂત સ્કૂલ, એકતા નગર

ડો.હેડગેવાર સ્કૂલ, અકોટા ગામ

ડોહેડગેવાર હિન્દી સ્કૂલ, અકોટા ગામ