Gujarat

વડોદરા અને છોટાઉદેપુરમાં બીજા દિવસે માત્ર નોંધ લાયક વરસાદ

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
ચોમાસાની ઋતુનો દબદબાભેર પ્રારંભ થયા બાદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસુ દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા અને છોટાઉદેપુરમાં બીજા દિવસે માત્ર નોંધ લાયક વરસાદ

Vadodara Rain Update : ચોમાસાની ઋતુનો દબદબાભેર પ્રારંભ થયા બાદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસુ દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જોકે વડોદરા શહેરમાં દિવસભર ઝરમર વરસાદ ગઈકાલે લગભગ ચાલુ જ રહ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે માત્ર નોંધ લેવા જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે ડેસર તાલુકામાં પણ એ જ હાલત છે. જોકે કરજણમાં અડધા ઇંચ જેવા વરસાદ સાથે પાદરા, સાવલી, સિનોરમાં માત્ર નોંધ લાયક વરસાદ રહ્યો હતો. જોકે વડોદરા તાલુકામાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, છોટાઉદેપુર તાલુકા ખાતે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે પાવીજેતપુરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાવા સહિત નસવાડીમાં અડધથી વધુ, કવાંટમાં નજીવો ઝરમર અને સંખેડામાં અડધા ઇંચ જેટલા વરસાદથી રોડ રસ્તા ભીના થયા હતા.

 જોકે વડોદરા શહેરમાં આજે સવારથી જ ફરી એકવાર ઉકલાટ વચ્ચે વહેલી સવારથી જ વાદળીયું વાતાવરણ રહ્યું હતું.