Get The App

વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો 1 - image


ગ્રામ્ય એલસીબી, વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસના

દરોડોમાં માત્ર એક મોબાઇ, એક વાહન ઝડપાતા કામગીરી સામે શંકા કુશંકા ઃ ચાર આરોપી ઝડપાયા, બે ફરાર

વિરમગામવિરમગામ તાલુકામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અલગ-અલગ દરોડા પાડી ૮૬ લીટર દેશી દારૃ, ઇકો ગાડી એક મોબાઇલ મળી ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા હતા.

વિરમગામ તાલુકામાં ગ્રામ્ય એલસીબી, વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસે તાલુકામાં અલગ અલગ ત્રણ દરોડા પાડી (૧) સુરેશ ગટોરભાઈ ઠાકોર (રહે ભઠ્ઠીપરા વિરમગામ), (૨) અહેશાન મુસ્તફાભાઈ મદાર (રહે. લાલપીર બાવાના રોજા પાસે, વિરમગામ), (૩) દિપક સુરેશભાઈ ઠાકોર (રહે. હાથી તલાવડી વિરમગામ), (૪) પ્રવીણ જયંતીભાઈ દેવીપુજક (રહે.કાયલા) પાસેથી ૮૬ લીટર દેશી દારૃ કિં.રૃ. ૧૭,૨૦૦, ઇકો ગાડી એક મોબાઇલ મળી કુલ રૃપિયા એક લાખ ૨૭ હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા  રેડ દરમિયાન (૧) લીલાબેન રાયસંગભાઈ ઠાકોર (રહે સદામ ચાલી વિરમગામ) (૨) સુરેશજી લક્ષ્મણજી ઠાકોર (રહે પાટડીયાવાસ, ભાટ વાસણા, તા.દેત્રોજ) હાજર મળી આવ્યા ન હતા. પોલીસે તમામ વિરૃદ્ધ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોરી થાભા નજીક ગાડી માંથી ફક્ત ૧૯ લીટર દારૃ વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે ઝડપાયો હતો. જ્યારે બીજી બે રેડ દરમિયાન ચાર? આરોપી માંથી એક આરોપી પાસેથી મોબાઇલ મળી આવેલ છે અન્ય પાસેથી મોબાઇલ કે અન્ય સાધન સામગ્રી મળી ન આવતા પોલીસની કામગીરી સામે શંકા કુશંકા સેવાઈ રહી છે.

Tags :