રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ
મેળામાં 34 રાઇડના પ્લોટમાં 40થી 42યાંત્રિક રાઇડ : SOPનો ભંગ થતાં માર્ગ મકાન વિભાગે નોટિસો આપી : રાઇડના એન્જીન બંધ કરાવી ડીસમેન્ટલ કરવાની સૂચના આપી : મોડી રાત્રિ સુધી સલામતીના મુદ્દે ચેકિંગ
રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જાણીતા એવા રાજકોટના રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટી તંત્રના વડપણ હેઠળ આયોજિત લોકમેળાને આજે સાંજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાંચ દિવસના આ લોકમેળામાં લોકોના મનોરંજન અર્થે ચકરડી, ફજત ફાળકા સહિતની યાંત્રિક રાઇડની સલામતીનો મુદે ચર્ચાસ્પદ બની રહ્યો હતો. મેળાના સ્થળે ૩૪ રાઇડના પ્લોટમાં ૪૯થી વધુ રાઇડ ઉભી કરી દેવામાં આવી હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ધ્યાને આવતા વધારાની રાઇડના એન્જીન બંધ કરાવી ડીસમેન્ટલ કરવાની સુચના આપવામાં આવી હતી.
રાજ્ય સરકારે લોકમેળામાં લોકોની સલામતી માટે જે SOP 105 હોર્સપાવરથી 4 હોર્સપાવરના એન્જીન વપરાશ કરતી રાઇડને માઇનોર રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેથી 20 ફૂટ લંબાઇની મર્યાદા છે, 4 હોર્સપાવરથી વધુ હોર્સપાવરના એન્જીન સાથેની રાઇડને મેજર રાઇડ તરીકે ઓળખવામાં આવતી હોવાનું જણાવી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ રાજકોટના લોકમેળાની યાંત્રિક રાઇડના સલામતી રીપોર્ટ અંગે જણાવ્યું હતું કે મેળામાં 34 પ્લોટ યાંત્રિક રાઇડ માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યા છે. જેમાં ક્યાંક એક પ્લોટમાં બે રાઇડ તો ક્યાંક એક પ્લોટમાં ત્રણ-ત્રણ રાઇડ જોવા મળી છે. કુલ ૩૪ પ્લોટમાં 40 થી 42 રાઇડ હોવાથી સરકારની એસઓપીનો ભંગ થતો હોવાથી એન્જીન બંધ કરાવી રાઇડને ડીસમેન્ટલ કરવાની સૂચના આપવામાં આવી છે. લોકમેળાના ઉદ્ઘાટન બાદ માત્ર ૬ રાઇડને સેફટી સર્ટીફિકેટ માટે ભલામણ કરવામાં આવી છે. બાકી બે ટીમો દ્વારા તમામ યાંત્રિક રાઇડની સલામતી માટે મોડી રાત્રિ સુધી ચેકિંગ ચાલુ રહેશે.
લોકમેળામાં યાંત્રિક રાઇડ પૈકીના વડાના ફાઉન્ડેશનના મુદ્ે અધિકારીઓએ ઉમેર્યું હતું કે માર્ગ અને મકાન વિભાગની સિવિલપીંગ દ્વારા તમામ રાઇડના ફાઉન્ડેશનના કમ્પલીશન રીપોર્ટ મળ્યા બાદ સલામતી અંગે ચકાસણી કરવામાં આવશે. મિકેનિકલ વીંગ દ્વારા સેફટી સર્ટિફીકેટનો અભિપ્રાય રીપોર્ટ પોલીસ કમિશનર કચેરીને આપવાનો હોય છે. જે ચકાસણી કાર્ય પુરૂ થયા બાદ આપવામાં આવશે.