ખેડા જિલ્લાની 273 ગ્રામ પંચાયતો માટે હજૂ 561 ફોર્મ જ ભરાયા
- સોમવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ
- ઠાસરા તાલુકામાં સૌથી વધુ સરપંચના 47 અને સભ્ય માટે 79 ઉમેદવારીપત્રો ભરાયા
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા મળીને ૨૭૩ બેઠકો ઉપર ચૂંટણી તા. ૨૨મીએ ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે જાહેરનામુ બહાર પડયાના પ્રથમ બે દિવસ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હતું.
ત્યારબાદના ત્રણ દિવસમાં ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે. સરપંચ પદ માટે ૨૨૫ અને સભ્યપદ માટે ૩૩૬ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તાલુકા પ્રમાણે જોઈએ તો ઠાસરામાં સૌથી વધુ સરપંચ પદ માટે ૪૭ અને સભ્ય માટે ૭૯ ફોર્મ ભરાયા છે.
માતરમાં સરપંચ માટે ૪૮ અને સભ્ય માટે ૫૮, ગળતેશ્વરમાં સરપંચના ૪૫ અને સભ્યના ૭૭, વસોમાં સરપંચ-૨૧ અને સભ્ય-૧૮, નડિયાદમાં સરપંચ-૨ અને સભ્ય-૧, ખેડામાં સરપંચ-૨૪ અને સભ્ય-૩૬, મહેમદાવાદમાં સરપંચ-૧૨ અને સભ્ય-૩૫, મહુધામાં સરપંચ-૧૧ અને સભ્ય-૧૨, કઠલાલમાં સરપંચ-૧૧ અને સભ્ય-૧૬, કપડવંજમાં સરપંચ-૪ અને સભ્ય પદ માટે ૪ ફોર્મ ભરાયા છે.
ઉમેદવારીપત્ર ભરવાનો તા. ૯મી જૂન સોમવાર અંતિમ દિવસ છે. ત્યારે છેલ્લા બે દિવસોમાં ફોર્મ ભરવાની સંખ્યા વધી જવાની શક્યતાઓ છે.