Get The App

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

Updated: Oct 22nd, 2024

GS TEAM

Google News
Google News
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ 1 - image


GSEB SSC 10th-12 th Registration Form 2025: રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અડધું સત્ર પુરૂ થઇ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા દર વર્ષની સરખામણીએ વહેલી યોજાશે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા મોટેભાગે માર્ચ મહિનામાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં બોર્ડની પરીક્ષા યોજાશે. 

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ 2 - image

ત્યારે આજે બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઓનલાઇન ફોર્મ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે આજથી એટલે કે 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. 

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ 3 - image

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ 4 - image

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025 માં યોજાનારી બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. જેના માટે બોર્ડની વેબસાઇટ gseb.org  જઇને લોગીન કરી ભરવાના રહેશે. 

આ પરીક્ષા ફોર્મ નિયત કરેલી રેગ્યુલર ફી સાથે ઓનલાઇન 22 ઓક્ટોબર 2024 થી 30 નવેમ્બર 2024 સુધીમાં ધોરણ-10 તથા ધો. 12ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSOS રિપીટર) વિદ્યાર્થીઓ રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે.

Tags :