Get The App

જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઈન્ડ ઝડપાયો 1 - image


AI Image

Cyber Crime News: OLX જેવી ઓનલાઇન પ્લેટફોર્મ પર જૂની વસ્તુઓ વેચવા મૂકનાર લોકોને ટાર્ગેટ કરી ઠગાઈ અને ચોરી આચરતા કુખ્યાત આરોપી સુરેશ ઠુમ્મરને અમદાવાદ ઝોન-5 LCB સ્કવોડે દબોચી લીધો છે. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપતા આ આરોપી પાસેથી પોલીસે 15.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીની ધરપકડ સાથે નારોલ, ચાંદખેડા, વડોદરા અને સુરત સહિતના શહેરોના 6 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

જાણો કેવી રીતે ઝડપાયો આરોપી

મળતી માહિતી અનુસાર, આરોપી પોલીસ પકડથી બચવા માટે થઈને ગુનાને અંજામ આપતા પહેલા મોબાઈલ ફોન ચોરી કરતો હતો. બાદમાં ચોરી કરેલા ફોનમાં થી સીમકાર્ડ કાઢી નાંખીને તે સીમ નંબર વડે ફોનમા માત્ર વોટ્સએપ ચલાવતો અને વાઈફાઈ ઇન્ટરન્ટ મારફતે જ OLXમાં વસ્તુ વેચવા મુકનારને ફોન કરતો હતો. ઝોન-5 એલસીબી સ્કવોડેના પીએસઆઈ કાર્તિકસિંહ જાડેજા અને તેમની ટીમ છેલ્લા 6 મહિનાથી આરોપી ઉપર વોચ રાખીને સમયાંતરે તેનો પીછો પણ કરતી હતી. પરંતુ કમનસીબે આરોપી પોલીસની ગિરફતમાંથી બચી જતો હતો. પરંતુ સોમવાર (12મી જાન્યુઆરી)ના રોજ આરોપીનુ લોકેશન ન્યુ મણિનગરમા આવતા જ પીએસઆઈ જાડેજા તેની ટીમ સાથે આરોપીના ઘરે પહોંચી ગયા અને સુરેશ ઠુમ્મરની તેના ઘરેથી ધરપકડ કરીને બાદમાં કુલ 15.87 રૂપિયા લાખનો મુદ્દામાલ રીકવર કરી લીધો હતો.

OLX વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ પોતાની જૂની ચીજ વસ્તુઓ જેવીકે વાહનથી લઈને કોઈપણ જાતના ઈલેક્ટ્રિક ઉપકરણો વેચવા સારૂ મુકતા હોય છે. પરંતુ આવી વેબસાઈટ પર કેટલાક ઠગબાજોની ચાંપતી નજર રહેતી હોય છે. ત્યારે આવા જ એક 42 વર્ષીય સુરેશ ઠુમ્મર કે જેણે ઠગાઈ આચરવામા માસ્ટર ડીગ્રી મેળવી હોય તેમ આવી વેબસાઈટ પર જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની જૂની ચીજવસ્તુ વેચવા મુકે એટલે આરોપી સુરેશ તેની પાસે રહેલા ડુપ્લીકેટ નંબર પરથી સામેવાળાને ફોન કરતો હતો અને બાદમાં રૂબરૂ મળવા જઈને વેચાણ માટે મુકવામાં આવેલી વસ્તુ જોઈ આવતો હતો. ત્યારબાદ સમગ્ર ખેલ શરુ થતો હતો. વેચવા મુકનાર વ્યક્તિની તમામ માહિતી એકત્ર કરીને જયારે વ્યક્તિ ઘરે હાજર હોય નહી ત્યારે તેના ઘરે જઈને વસ્તુ ચોરી કરી લેતો રૂપિયા ઓનલાઈન આપી દઈશ અથવા તો કેટલાક સંજોગોમાં તો નજર ચૂકવીને પણ ચોરી કરી હોવાના 6 વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

નારોલ, ચાંદખેડા, ઓઢવ, વડોદરા, ભરૂચ, સુરત  સહીતના પોલીસ સ્ટેશનમાં માસ્ટર માઈન્ડ ચોરી વિરુદ્ધ વિશ્વાસઘાત અને નજર ચૂકવીને ચોરી કરી હોવાના જુદા-જુદા 6 ગુના નોંધાઈ ચુક્યા હતા. ઝોન5 એલસીબી સ્કવોડ છેલ્લા ઘણાં મહિનાથી આરોપીનું ટેકનીકલ સર્વેલન્સ ગોઠવીને બેઠા હતા. અને જ્યારે આરોપી લોકેશન મળતા જ પીએસઆઈ કાર્તિકસિંહ જાડેજા અને તેની ટીમે આરોપીના ન્યુ મણિનગર ખાતે આવેલા મકાનમાં ત્રાટકી અને આરોપી સુરેશ ઠુમ્મરની ધરપકડ કરીને કુલ 15.87  લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.