Get The App

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો 1 - image

વડોદરાઃ ઓનલાઇન ગેમનો શોખ ગુનાખોરીની દુનિયા તરફ લઇ જઇ શકે છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયો છે.

એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી સીએમએસ એજન્સી દ્વારા વડોદરા અને હાલોલ વિસ્તારમાં જુદાજુદા એટીએમ મશીનોમાં કેશ લોડિંગ કરવામાં આવતી હોવાથી ગઇ તા.૧૨મી ઓગષ્ટે હાલોલના એટીએમમાં રૃપિયા જમા કરાવવા ગયેલી ટીમમાં લોડર તરીકે કામ કરતા કર્મચારી અક્ષય માળીએ એક બોક્સ(કેસેટ) ઓછી જમા કરાવી હતી.

આ બોક્સમાં રૃ.૯.૯૯ લાખની કેશ હોવાથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ અક્ષય અશોકભાઇ માળી (ગોરવા,માળી મહોલ્લો)ને ત્યાં ટીમ મોકલી તપાસ કરાવતાં કેશ સાથેનું બોક્સ મળી આવ્યું હતું.

જેથી પોલીસે તમામ રકમ કબજે કરી કર્મચારીની ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં અક્ષય ઓનલાઇન ગેમનો શોખીન હોવાની અને આર્થિક ભીસંને કારણે આ પગલું લીધું હોવાની વિગતો બહાર આવી હતી.આ રકમનો ઉપયોગ  લોન ભરપાઇ કરવા માટે કરવાનો હોવાની પણ માહિતી જાણવા મળી છે.

Tags :