Get The App

ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગાઈના અનેક પ્રકારના કિસ્સાઓ બહાર આવી રહ્યા હોવાથી લોકોમાં જાગૃતિ લાવવા પોલીસ તેમજ સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં ઠગો એક ડગલું આગળ ચાલી રહ્યા છે અને અનેક લોકો નાણાં ગુમાવી રહ્યા છે.   ગોરવા વિસ્તારમાં સુરેન્દ્ર ગોહિલ નામના એક યુવક સાથે આવી જ રીતે ઓનલાઇન ઠગાઈ થઇ છે.યુવકનું કહેવું છે કે,તેના મોબાઇલ પર બેન્ક ઓફ બરોડાના લોગો સાથેનો મેસેજ આવતાં ઓપન કરતાં રૃ.૨૦ હજાર ટ્રાન્સફર થઇ ગયા હોવાની જાણ થઇ હતી.

તેણે કહ્યું છે કે,મેં કોઇને રકમ ટ્રાન્સફર કરી નથી.કોઇ ચેટ કરી નથી,એપ ડાઉનલોડ કરી નથી કે ઓટીપી પણ આપ્યો નથી.આમ છતાં કેવી રીતે રૃપિયા ટ્રાન્સફર થઇ ગયા તે તપાસનો વિષય છે.જેથી ગોરવા અને સાયબર સેલે તપાસ હાથ ધરી છે.