પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmers: કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ડુંગળી પકાવતા ખેડૂતોએ પણ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે અમદાવાદ યાર્ડમાં પથી 6 રૂપિયા અને રાજકોટમાં અઢીથી પાંચ રૂપિયા પ્રતિકિલોના ભાવે ખેડૂતોએ ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. આટલા ભાવમાં માર્કેટ યાર્ડે સુધી પાક લઈ જવાનો ખર્ચ માથે પડે તેવી હાલત છે. પલળી ગયેલો પાક સંગ્રહ કરવા લાયક નહીં રહેતા આવી સ્થિતિ પેદા થઈ છે.
માર્કેટ યાર્ડ સુધી પાક લઈ જવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ
અમદાવાદ શહેરમાં નાસિકની ડુંગળીની મોટાપાયે આવક થઈ રહી છે. નોંધાયેલા ભાવ અનુસાર અમદાવાદ યાર્ડમાં સરેરાશ 200થી 400 રૂપિયે મણ લેખે મહારાષ્ટ્રની ડુંગળી વેચાઈ રહી છે. એટલે કે આ ડુંગળીના પ્રતિકિલોના 10થી 20 રૂપિયા સુધીના સારા ભાવ ઉપજી રહ્યા છે. તેની સામે સૌરાષ્ટ્રમાંથી આવેલી ડુંગળી માંડ પાંચથી 6 રૂપિયે કિલો લેખે વેચાઈ હતી. જોકે આટલા નીચા ભાવ છતાં સૌરાષ્ટ્રની ડુંગળીનો કોઈ લેવાલ નહોતો. તરત જ ઉપયોગ કરવાનો હોય તેવા લોકો જસૌરાષ્ટ્રની ડુંગળી ખરીદી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં સરેરાશ 50થી 200 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે કે અઢી રૂપિયાથી દસ રૂપિયા પ્રતિ કિલો લેખે ખેડૂતોને ભાવ મળે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ડુંગળીનો પાક લેવા માટે વિષે 18થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.








