ડુંગળીના વાવેતર પર પાણી ફરી વળ્યું; સફેદ ડૂંગળીનો કિલોનો માત્ર 18નો ભાવ
કમોસમી વરસાદના કારણે ડૂંગળીનું વાવેતર પલળી ગયુ : ખેડૂતોને લાખો રૂ.ાનું નુકસાનઃ મોંઘી મજૂરી, ખાતર, બિયારણનો ખર્ચો માથે પડયો, સાવરકુંડલામાં ડૂંગળીના વાવેતર ઉપર રોટાવેટર ફરવા લાગ્યા
રાજકોટ, અમરેલી, : ભાવનગર જિલ્લામાં ઓનિયન ડીહાઇડ્રેશન પ્લાન્ટોમાં મોટી માંગ નીકળશે અને સારા ભાવો મળશે તેવી આશામાં અમરેલી, ભાવનગર જિલ્લામાં મોટા પાયે સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદ અને સફેદ ડુંગળીનો ભાવ એક રૂપિયે એક કિલો થઇ જતાં ખેડૂતો ડૂંગળી પર રોટાવેટર ફેરવી 'રાપલવા' લાગ્યા છે.
મહુવા-ભાવનગર વિસ્તારમાં અનેક ડીહાઇડ્રેશન પ્લાન્ટો છે અને અહીં ડુંગળીની સૂકી ચીપ્સ તથા ઓનિયન-ગાર્લિકનો પાઉડર બનાવ વિદેશમાં નિકાસ થાય છે. જે ઇન્ડિયન-ગાર્લિકનો પાઉડર બનાવી વિદેશમાં નિકાલ થાય છે. જે ઇન્ડિયન સ્પાઇસ માર્કેટમાં હોટલ રેસ્ટોરન્ટસમાં મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. આવા સંજોગોમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં 'વ્હાઇટ ઓનિયન'નું હજારો હેક્ટરમાં વાવેતર થયું હતું. શરૂઆતમાં જ્યારે હાજર માલ ન હતો ત્યારે સારા ભાવ હતા. પરંતુ માલની મળતર વધી જતાં મહુવા સહિતના ઓનિયન માર્કેટ ધડામ કરતા નીચે પછડાઇ એક મણના એટલે કે 20 કિલોના રૂ. 20 અલબત એક કિલોના ભાવ તળિયે બેસીને માત્ર એક રૂપિયો જ થઇ જતાં માલ નિકાલ કેમ કરવો એ મોટી સમસ્યા પેદા થઇ છે. આ ઉપરાંત સફેદ ડુંગળીની સિઝન મે માસમાં જ કમોસમી વરસાદ થતાં સફેદ ડુંગળીનો ખેતરોમાં પડેલો માલ પલળી જતાં ખેડૂતો રોટાવેટર ફેરવવા લાગ્યા છે. હાલ તો રોટાવેટરનો ચાર્જ ચૂકવવામાં પણ અંગત પૈસા આપવા પડે તેવી સ્થિતિ છે. સાવરકુંડલાના ખેડૂત કાળુભાઇ બુહાએ 20 વીઘામાં રોટાવેટર ફેરવી નાખ્યું છે. આવા અનેક ખેડૂતો છે.
એક બાજુ ચોમાસુ વાવેતરનો સમય નજીક છે ત્યારે મગફળી, કપાસ ઇત્યાદિ પાકના વાવેતર માટે જમીન ખાલી કરવી અનિવાર્ય હોવાથી ખેડૂતો માટે રોટાવેટર ફેરવી દેવું જ પડે એવી મજબૂરી છે. વળી સફેદ ડુંગળી, સંગ્રહિત ટકાઉ કોમોડિટી નથી. આની વચ્ચે લાખો રૂપિયાનું રોકાણ કરી ખેડૂતોએ મોંઘી મજૂરી, ખાતર, બિયારણનો ખર્ચો કરી કરેલું વાવેતર ખેડૂતો માટે ફાયદાકારક કે નફાકારક ન બનતા ખેડૂતોને ડુંગળીનું વાવેતર જોખમી અને સટ્ટા જેવું બની જતાં ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. આવા સંજોગોમાં સરકાર વળતર આપે એવી સૌરાષ્ટ્રભરમાંથી માંગ ઉઠી છે.