Get The App

2.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને એક વર્ષની કેદ

Updated: Dec 5th, 2023

GS TEAM


Google News
Google News
2.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને એક વર્ષની કેદ 1 - image


સુરત

રિક્ષાચાલક પતિએ ઘર રીપેરીંગ માટે ફરિયાદી મિત્ર પાસેથી લીધેલા પૈસાના પેમેન્ટ પેટે ચેક આપ્યો હતો

   

પાંચ વર્ષ પહેલાં મિત્રતાના સંબંધના નાતે પતિએ મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા 2.50 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપી પત્નીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ નીરવકુમાર બિહારીભાઈ પટેલે એક વર્ષની કેદની સજા કરી છે.

રાંદેર ખાતે ઝેરોક્ષ સ્ટેશનરીના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી યોગેશકુમાર રતીલાલ ઈંટવાલા (રે.સગરામપુરા, ઢબૂવાલાની શેરી)ને રીક્ષાચાલક દત્તાભાઈ મહાડીક સાથે મિત્રતાના સંબંધ હોઈ જાન્યુઆરી-2018માં પોતાના ઘરના રીપેરીંગ માટે રૃ.2.50 લાખ હાથ ઉછીના લીધા હતા.જેના પેમેન્ટ પેટે દત્તાભાઈના પત્ની સુનિતાબેન મહાડીક (રે.વિશ્વાસ એપાર્ટમેન્ટ,પાલનપુર)એ ફરિયાદીની લેણી રકમના લખી આપેલા ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. બચાવપક્ષ ફરિયાદીની ઉલટ તપાસ કે ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન ન કરવાને બદલે ગેરહાજર રહ્યા હતા. આરોપીના  વિશેષ નિવેદન બાદ પણ પુરતી તક આપવા છતાં કોર્ટ સમક્ષ ગેરહાજર રહ્યા હતા.જેથી કોર્ટે આરોપીની વર્તણુંક તથા કાયદાકીય જોગવાઈને ધ્યાને લઈને આરોપી મહીલાને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ, 60 દિવસમાં ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.


Tags :