Get The App

એકતાનગર - પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે

સપ્તાહના અંતે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
એકતાનગર - પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે 1 - image


પશ્ચિમ રેલ્વેએ શનિ - રવિવારની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓના ઘસારા અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી 30 અને 31 ઓગષ્ટ દરમ્યાન એકતાનગર - પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જે અંતર્ગત આગામી ૩૦ ઓગષ્ટ શનિવાર અને ૩૧ ઓગષ્ટ રવિવારના રોજ એકતાનગર - પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ ટ્રેનનું એકતાનગર ખાતે સાંજે  7:45 વાગ્યે આગમન થશે. જે ચાંદોદ ખાતે રાત્રે 8:10, ડભોઇ રાત્રે 8:30 અને પ્રતાપનગર ખાતે રાત્રે 9:10 વાગ્યે પહોંચશે. મુસાફરો આ સુવિધાનો  વધુ પ્રમાણમાં લાભ લે તેવી રેલવે વિભાગે અપીલ કરી છે.


Tags :