ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત

- કોર્ટ પરિસરમાં જય શ્રીરામ, ભારત માતા કી જય, વકીલ એકતા જિંદાબાદના નારા ગુંજ્યા
- ક્રિમિનલ બાર એસો.ની ચૂંટણીમાં 87.45 ટકા અને બાર એસો.માં 72 ટકા મતદાન થયું, ઢોલનગારા અને આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવાયો : શિક્ષણ સમિતિના સભ્યની હાર
ભાવનગર બાર એસો. અને ક્રિમિનલ એસો.ની આજે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. સવારથી બપોર સુધી મતદાન બાદ મતગણતરી કરાઈ હતી. બાર એસો.ના મંત્રી પદ માટે પાંચ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા હતા. જેમાં જીજ્ઞોશભાઈ આસ્તિક અને કલ્પેશભાઈ વ્યાસે આસાન જીત હાંસલ કરી હતી. ખજાનચીની ચૂંટણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય હિરેનભાઈ ધ્રાંગધરિયાને માત્ર ૯૭ મત મળતા, હરીફ ઉમેદવાર અમીતભાઈ જાનીએ ૧૪૮ મત સાથે વિજય મેળવ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો અગાઉથી જ બિનહરીફ જાહેર કરાયા હતા.
ક્રિમિનલ બાર એસોસિયેશનમાં પ્રમુખનું પદ મેળવવા અનિલસિંહ જાડેજા અને કિશનભાઈ બી. મેર વચ્ચે રસાકસી થશે તેવું લાગ્યું હતું. પરંતુ સાંજે પાંચથી સવા પાંચ વચ્ચે જાહેર થયેલા પરિણામમાં એ.એ.જાડેજાએ હાઈએસ્ટ ૨૪૯ મત મેળવી પ્રમુખ પદનો તાજ પોતાના શિરે કર્યો હતો. ઉપપ્રમુખની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ હતો. જેમાં જયદેવસિંહ ગોહિલે ૨૧૧ મત સાથે જીત મેળવી હતી. મંત્રી પદે કિશોરભાઈ કંટારિયા અને નિધીબેન દુબલ ચૂંટાઈ આવ્યા હતા. ખજાનચીનો હોદ્દો ચંદ્રસિંહ રાણાને મળ્યો હતો.
વિજેતાઓના નામ જાહેર થતાં બાર એસો.ના રૂમ અને કોર્ટ પરિસરમાં 'જય શ્રીરામ, ભારત માતા કી જય, વકીલ એકતા જિંદાબાદ'ના નારા ગુંજ્યા હતા. ત્યારબાદ ઢોલનગારાના તાલે નાચગાન અને આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ભાવનગર બાર એસો.ના ચૂંટણી અધિકારી તરીકે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિમિનલ બાર એસો.ના ચૂંટણી અધિકારી તરીકે એ.ડી. જોશી, હિતેશભાઈ પરમારે સેવા આપી હતી.
ઉલ્લખનિય છે કે, ક્રિમિનલ બાર એસો.ની ચૂંટણીમાં ૫૨૬માંથી ૪૬૦ મતદારોએ (૮૭.૪૫ ટકા) અને બાર એસો.માં ૩૭૬માંથી ૨૬૭ મતદારોએ (૭૨ ટકા) મતદાન કર્યું હતું.
બાર એસો.ના વિજેતા ઉમેદવારો
|
હોદ્દો |
નામ |
મળેલા મત |
|
પ્રમુખ |
એચ.ટી.
જાની |
બિનહરીફ |
|
ઉપપ્રમુખ |
એચ.એન.શાહ |
બિનહરીફ |
|
મંત્રી |
જે.વાય.આસ્તિક |
૧૫૦ |
|
મંત્રી |
કે.એ.વ્યાસ |
૯૫ |
|
એલ.આર. |
એ.ડી.ચૌહાણ |
બિનહરીફ |
|
ખજાનચી |
એ.એસ.જાની |
૧૪૮ |
|
કારોબારી |
૨૩ સભ્ય |
બિનહરીફ |
ક્રિમિનલ બાર એસો.માં જીતેલા ઉમેદવારો
|
હોદ્દો |
નામ |
મળેલા મત |
|
પ્રમુખ |
એ.એ.જાડેજા |
૨૪૯ |
|
ઉપપ્રમુખ |
જે.બી.ગોહિલ |
૨૧૧ |
|
મંત્રી |
કે.એમ.કંટારિયા |
૧૮૦ |
|
મંત્રી |
એન.એચ.દુબલ |
૧૬૨ |
|
ખજાનચી |
સી.આર.રાણા |
૧૮૪ |
|
કારોબારી |
૨૬ સભ્ય |
વિજેતા |








