Gujarat

સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે

By GS TEAM
14 Dec 20251 min read
સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે

વડોદરાઃ  વડોદરા શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં વન એસડીજી- વન સ્કૂલ..અભિયાન હેઠળ વિવિધ સમસ્યાઓ પ્રત્યે પ્રેક્ટિકલ તાલીમ થકી જાગૃત કરવામાં આવશે.વડોદરા મ્યુનસિપિલ કોર્પોરેશન અને શિક્ષણ જગત દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેકટને આગામી દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.

વન એસડીજી- વન સ્કૂલ એટલે કે એક શાળા દીઠ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રોજેકટ માટે વડોદરા એસડીજી ફોરમ અને યંગ ઈન્ડિયન્સ સંગઠનની પણ મદદ લેવામાં આવશે.સૂત્રોનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાંબા ગાળાના વિકાસના ૧૭ લક્ષ્ય (જેવા કે ગરીબી નાબૂદી, પર્યાવરણનું રક્ષણ, સારુ સ્વાસ્થ્ય, ચોખ્ખુ પાણી, ભૂખમરો નાબૂદી) નક્કી કરાયા છે.દરેક સ્કૂલ આ પૈકી એક લક્ષ્ય પર કામ કરશે અને વિદ્યાથીઓને તેની જાણકારી આપશે તથા પ્રેક્ટિકલ પ્રોજેક્ટસ પણ આપવામાં આવશે.તેની પાછળનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સ્કૂલ કક્ષાએથી જ સામાજિક જવાબદારી, વિચાર શક્તિ, નેતૃત્વના ગુણો  તેમજ ટીમવર્કની ક્ષમતા વિકસાવવાનો છે.વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં જોડાવા બદલ સર્ટિફિકેટસ પણ આપવામાં આવશે.ઉપરાતં સામાજિક કામગીરીનો અનુભવ તેમને ઉચ્ચાભ્યાસમાં પણ મદદરુપ થશે.