સિંજીવાડા પાસે આઇશરે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

- આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાઇ
- અકસ્માતમાં એક વ્યકિતને ઇજા તાતં સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો
આણંદના તારાપુર ગામના રાવળ ફળિયામાં રહેતા રાજુભાઈ ડાહ્યાભાઈ રાવળ અને ફળિયાના પ્રફુલભાઈ ધુળાભાઈ રાવળ ગઈકાલે બપોરના સમયે રિક્ષામાં સિંજીવાડા ગામ ખાતે કામ પતાવી ઘરેપરત જતા હતા. આ સમયે રિક્ષા પ્રફુલભાઈ ચલાવતા હતા રિક્ષા સિંજીવાડા ગામ પાસે રોડ પર પસાર થતી હતી. બેકાબૂ આઇસરે રિક્ષાને સામેથી જોરદાર ટક્કર મારી હતી. જેને લઇ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવાની સાથે રિક્ષા ચાલક પ્રફુલભાઈ અને પાછળ બેઠેલા રાજુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા.બંનેને સારવાર અર્થે નજીકના તારાપુર ગામ સ્થિત સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલક પ્રફુલભાઈને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. લીંબાસી પોલીસેઆ અંગે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.








