Gujarat

ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતા એકનું મોત

By GS TEAM
19 Jun 20261 min read
ઊભેલી ટ્રકમાં  પાછળથી બીજી ટ્રક  ઘુસી જતા એકનું મોત

 વડોદરા,હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતંું.જે અંગે સમા  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પંચમહાલ જિલ્લાના મહાદેવીયા ગામે રાઠવા ફળિયામાં રહેતો નગીન મનજીભાઇ રાઠવા ગત ૧૯ મી તારીખે સવારે ૯ વાગ્યે ટ્રક લઇને  નજીકમાં આવેલા ભીલોડ ગામેથી  ભરૃચ જવા નીકળ્યો હતો. તેની સાથે તેનો સાળો રાકેશ વિઠ્ઠલભાઇ  રાઠવા (રહે. નિશાળ ફળિયું, જુરાપુરા ગામ,તા. ઘોઘંબા,જિ.પંચમહાલ) પણ હતો. તેઓ આમોદ સામાન ખાલી કરી આણંંદથી પ્લાસ્ટિકના રોલ ભરીને મધ્યપ્રદેશના દેવાસ ખાતે જવા નીકળ્યા હતા. રાત્રે બે વાગ્યે તેઓ દુમાડ ચોકડીથી આગળ જતા હતા. રોડ પર કોઇ જ સિગ્નલ વગર રોડ પર જ એક ડ્રાઇવરે તેની ટ્રક ઊભી હતી. તેની પાછળ સાળા બનેવીની ટ્રક ધડાકાભેર અથડાતા સાળા રાકેશ રાઠવાને  ગંભીર ઇજા થઇ હતી. એમબ્યુલ્નસના સ્ટાફે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.