FOLLOW US

રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા મોત, રાજ્યમાં દોઢ મહિનામાં આઠમી ઘટના

રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક

આ પહેલા રાજકોટમાં આવી જ ઘટનામાં ચાર યુવકોના મોત થયા હતા

Updated: Mar 19th, 2023

Image : pixabay

રાજકોટ, 19 માર્ચ 2023, રવિવાર

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાના બનાવ બની રહ્યા છે. હાર્ટએટેકથી મોત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં ક્રિકેટ રમતા મોતની વધુ એક ઘટના બની છે. રાજકોટમાં આ પહેલા પણ ક્રિકેટ રમીને ઘરે પરત ગયા બાદ 4 યુવકોના હાર્ટએટેક આવતા તેનુ મોત નિપજ્યુ હતું. આ ઉપરાંત સુરત, અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી. 

રાજકોટમાં વધુ એક ઘટના બની

રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આ ઘટના બની હતી. આ પહેલા શહેરમાં ક્રિકેટ રમતા હાર્ટએટેકથી 4 યુવકોના મોત થયા હતા. મૃતક વ્યક્તિનું નામ મયુર મકવાણા જાણવા મળ્યુ હતું અને તેની ઉમર આશરે 45 વર્ષ હતી.  

ગઈકાલે પંચમહાલમાં યુવકને હાર્ટએટેક આવ્યો હતો

રાજકોટમાં આજે ફરી એકવાર ક્રિકેટ રમતા વ્યક્તિનું મોત થયુ હતું. આ સાથે રાજકોટમાં આ પાંચમી ઘટના બની હતી જ્યારે રાજ્યમાં દોઢ મહિનાના ગાળામાં આ આઠમી ઘટના બની હતી. ગુજરાતમાં યુવકોમાં હાર્ટએટેકના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. હજુ ગઈકાલે પંચમહાલમાં એક યુવક લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવતા ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નિપજ્યુ હતું.

Gujarat
News
News
News
Magazines