Get The App

ધંધુકાના તગડી ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

Updated: Feb 24th, 2025

GS TEAM


Google News
Google News
ધંધુકાના તગડી ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત 1 - image


- અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- સાળંગપુર દર્શન કરી ખેડા પરત જઈ રહ્યાં હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

ધંધુકા : ધંધુકા બરવાળા હાઈવે પર તગડી ગામ નજીક ગઈકાલે સવારના સમયે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકમાં સવાર આધેડ મહિલાનું મોત થયું છે.જ્યારે બાઈકમાં સવાર અન્ય બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ ખેડાના વાળીનાથ ગામના મનોજભાઈ પોતાની માતા અને પુત્રી સાથે ગત ૨૧ ફેબુ્રઆરીએ બાઈક પર સાળંગપુર દર્શન એ નીકળ્યા હતા રાત્રે રોકાણ બાદ બીજે દિવસે ૨૨ ફેબુ્રઆરીના રોજ પોતાના ગામ પરત ફરી રહ્યાં હકા ત્યારે ધંધુકા-બરવાળા હાઈ-વે પરના તગડી ગામ નજીક આવેલા મેલડીમાના મંદિર પાસે પહોંચતા એક સફેદ રંગની કારે બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટી હતી. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં નીરૂબેન પ્રવિણભાઈ મહેરા (ઉ.વ.૫૨)ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક મનોજભાઈ અને તેમના પુત્રી સાનવીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ધંધુકા ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મનોજકુમાર પ્રવિણભાઈ મહેરાએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Tags :