- તારાપુર- વાસદ હાઈવે ઉપર
- અકસ્માત બાદ અજાણ્યો ચાલક બાઈક મૂકી ફરાર : અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
પેટલાદ તાલુકાના ખડાણા ગામે રહેતા આસિફ શા સલીમસા દિવાન ગત તારીખ ૨૨મી ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના સુમારે બાઈક લઈને તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા પેટલાદ તાલુકાના કણિયા ગામના હનુમાનજી મંદિર પાસેના સવસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અન્ય એક મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે આસિફ શા દિવાનની મોટરસાયકલ સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આસિફ શાહ દિવાનની મોટરસાયકલ ચલાવી રહેલ તેમના મિત્ર મેલાભાઈ ગોતાભાઇ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે આસિફ શા દિવાન ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ અજાણ્યો મોટરસાયકલ ચાલક ઘટના સ્થળે વાહન બિનવારસી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનારા મોટરસાયકલ ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.


