Gujarat

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને ઇજા

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
ગઈ કાલે મોડી રાત્રે 2:00 વાગે વાસદથી વડોદરા આવતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહીસાગર નદીના બ્રિજ પાસે ઉભેલી લક્ઝરી બસમાં પાછળથી ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને ઇજા

Vadodara Accident : ગઈ કાલે મોડી રાત્રે 2:00 વાગે વાસદથી વડોદરા આવતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહીસાગર નદીના બ્રિજ પાસે ઉભેલી લક્ઝરી બસમાં પાછળથી ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વલી મોહમ્મદ મકરાણી (ઉંમર વર્ષ 45 રહે. રાજસ્થાન)નું મોત થયું હતું. જ્યારે (1) બ્રીજ વિલાસ સાવલરામ ચૌધરી (રહે બાડમેર રાજસ્થાન) (2) રાણા તેજારામ ચૌધરી (રહે-બાડમેર) (3) ભવરાસિંહ કુલ સિંહ રાઠોડ (રહે ઝાલોદ રાજસ્થાન) (4) બાબુસિંહ સરદારસિંહ રાજપુત (રહે-સાઈ કોલોની થાના મહારાષ્ટ્ર) (5) ભાવેશ શંકરભાઈ રાણા (રહે-રાજસ્થાન)ને ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.