Gujarat

ખાંધલી નાપા રોડ પર ટ્રેક્ટર મોપેડને ટક્કર મારતા એકનું મોત

By GS TEAM
30 Nov 20251 min read
ખાંધલી નાપા રોડ પર ટ્રેક્ટર મોપેડને ટક્કર મારતા એકનું મોત

- રોંગ સાઇડમાં પૂરઝડપે આવેલા ટ્રેક્ટરે અકસ્માત સર્જતા ચાલક સામે ફરિયાદ નોંધાઇ 

આણંદ : બોરસદ તાલુકાના ખાંધલી નાપા રોડ ઉપર પૂરપાટ ઝડપે રોંગ સાઈડથી આવેલા એક ટ્રેક્ટરે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 બોરસદ તાલુકાના વહેરા ગામે રહેતા ધ્રવલભાઈ શશીકાંતભાઈ પટેલેે નવું ટુ વ્હીલર ખરીદ્યું હતું અને આ નવાટુ વ્હીલરની નંબર પ્લેટ ફીટ કરાવવા માટે તેઓ ગતરોજ આણંદ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન બપોરે ખાંધલી નાપા રોડ ઉપર આવેલી એક દુકાન નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા એક ટ્રેક્ટરે ટુ વ્હીલરને ટક્કર મારતા ધુ્રવલભાઈ પટેલ રોડ ઉપર પટકાયા હતા અને તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત ધૃવલ ભાઈને   સારવાર અર્થે બોરસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.