Get The App

હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત 1 - image

- અમદાવાદ-માળિયા હાઇવે પર અકસ્માત

- જુના રાયસંગપર ગામના બે યુવાનો મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો

હળવદ : અમદાવાદ-માળિયા હાઇવે પર કેદારીયા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા જુના રાયસંગપરના યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના જુના રાયસંગપર ગામના શિવમ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને તેનો મિત્ર હરપાલ બંને ગામ નજીક આવેલા મંદિરે દર્શન કરીને બાઇક પર પરત ઘર ફરતા હતા. ત્યારે અમદાવાદ-માળિયા હાવઇવે પર કેદરીયા ગામના પાટિયા પાસે અમદવાદ તરફથી કચ્છ જતી કારના ચાલકે બાઇકને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. 

અકસ્માતમાં શિવમ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (ઉં.વ.૨૦)નું મોત નીપજ્યું હતું. જ્યારે હરપાલને ઇજા પહોંચી હતી. એકના એક પુત્રનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યું હતું. 

ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને હળવદ પોલીસ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ મૃતદેહને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થવાને બદલે પોલીસ તપાસમાં સહકાર આપ્યો હતો.