ફતેપુરા પાસે ઈકોની ટક્કરે એકનું મોત, 3 વ્યક્તિને ઈજા
- તારાપુર-વટામણ હાઈવે ઉપર
- રોંગ સાઈડમાં પુરઝડપે આવી અકસ્માત સર્જી ઈકો ચાલક ફરાર
તારાપુર : તારાપુર-વટામણ હાઈવે પર ફતેપુરા નજીક ઈકોની ટક્કરે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. તારાપુર પોલીસે ફરાર ઈકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગળતેશ્વરના વનોડા ગામે રહેતા જગદીશભાઈ ડાયાભાઈ પટેલ પોતાની કારમાં મુક્તાબેન જગદીશભાઈ પટેલ, શિલ્પાબેન ગીરીશભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલ સાથે શનિવારે સવારે તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ફતેપુરા નજીક સીએનજી પંપ પાસે રોંગ સાઈડમાં પુરઝડપે આવેલી ઈકોના ચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં અલ્ટોમાં સવાર ચારેય મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં જગદીશભાઈનું મોત નિપજ્યું હતું. તારાપુર પોલીસે ફરાર ઈકો ચાલક સામે ગુનો નોંધ્યો હતો.