Get The App

થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત

ટેમ્પામાં બેઠેલા અન્ય યુવકને સામાન્ય ઇજા થતા સયાજીમાં ખસેડાયો

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત 1 - image

 વડોદરા,જી.એસ.એફ.સી.થી દુમાડ જતા હાઇવે  પર થ્રી વ્હિલ ટેમ્પો પલટી જતા સામેથી આવતી ટ્રકમાં અથડાતા ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે અન્ય એકને ઇજા થઇ હતી.

શહેર નજીકના દોડકા ગામે ટાંકીવાળા ફળિયામાં રહેતો કમલેશ જ્યંતીભાઇ માળી ( ઉં.વ.૨૧) ડ્રાઇવિંગ કરે છે. ડિલિવરીનું કામ કરતો કમલેશ આજે સવારે થ્રી વ્હિલ ટેમ્પો લઇને ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. જી.એસ.એફ.સી.થી દુમાડ ચોકડી  તરફ જવાના રોડ પર તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કૂદીને સામેના રોડ પર પલટી ગયો હતો. સામેથી આવતી ટ્રકમાં ટેમ્પો અથડાતા કમલેશને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે ટેમ્પામાં બેઠેલા કિરણ વિનોદભાઇ મકવાણા, ઉં.વ.૨૧ (રહે. વાસદ ગ્રામ પંચાયત પાસે) ને ડાબા હાથે ઇજા થઇ હતી. છાણી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.