Gujarat

હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત

By GS TEAM
22 Mar 20261 min read
હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત

વડોદરા,હાઇવે પર ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક ટ્રકે ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. રોડ પર પટકાયેલા માતા અને પુત્ર પૈકી માતાનું સારવાર દરમિયાન મોત થયું છે.

છાણી ગામ રાણાવાસમાં રહેતો કૃણાલ પ્રવિણભાઇ રાણા ડ્રાઇવિગ તેમજ શાકભાજીનો વેપાર કરે છે. ગઇકાલે તે ટેમ્પો લઇને માતા રેખાબેન સાથે શાકભાજી લેવા માટે એ.પી.એમ.સી. માર્કેટમાં ગયો હતો. શાકભાજી લઇને તેઓ બપોરે ઘરે પરત આવતા હતા. પોણા ચાર વાગ્યે તેઓ ગોલ્ડન ચોકડી બ્રિજથી થોડે દૂર પાછળથી આવતા એક ટ્રક ચાલકે તેના ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. કૃણાલ રાણા તથા તેની માતા ટેમ્પામાંથી ઉછળીને બહાર રોડ પર પટકાયા હતા. કૃણાલને માથામાં પાછળ તથા જમણા  હાથની આંગળી પર ઇજા થઇ હતી. જ્યારે ેની માતા રેખાબેનને ડાબી આંખ, બંને પગ તથા કમરના ભાગે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રેખાબેનનું મોત થયું હતું.  હરણી  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૃ કરી છે.