Get The App

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત

રિક્ષા ચાલક સહિત અન્ય ત્રણ મિત્રોને ઇજા

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News

 કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત 1 - imageવડોદરા,કોટણા બીચ પર નાહીને રિક્ષામાં પરત ઘરે આવતા સમયે રિક્ષા પલટી જતા પાંચ પૈકીના ચાર મિત્રોને ઇજા થઇ હતી. જ ે પૈકી એકનું મોત થયું હતું.

છાણી રોડ પુનિત પાર્ક સોસાયટીમાં રહેતા સિરાજમહંમદ અલીમમહંમદ પઠાણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.ગઇકાલે તેમનો પુત્ર મોહંમદસમીર ( ઉં.વ.૧૮) તેના મિત્રો મોહંમદઅયાનખાન અલીદરાઝ પઠાણ, મહંદમઅકલીમ અબ્દુલકયુમ હુસેન પઠાણ, અબ્દુલઅન્નાન ઇમરાનખાન  પઠાણ તથા મુબીનખાન આઝાદખાન પઠાણ રિક્ષા લઇને કોટણા બીચ નાહવા ગયા હતા. નાહીને તેઓ પરત આવતા હતા. મહંમદઅકલીમ રિક્ષા ચલાવતો  હતો. શેરખી રોડ પાસે આવતા મહંમદઅકલીમે કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ગઇ હતી. રિક્ષામાં બેઠેલા મોહંદસમીરને છાતીના ભાગે, અન્નાનને ગાલ તથા કાન પર, મોઇનને હાથ પર  તથા મહંમદઅકલીમને કપાળના ભાગે ઇજાઓ થતા તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, મોહંમદસમીરને ગંભીર ઇજાઓ થઇ હોઇ તેનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :