કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત
Kutch News: કચ્છના બાયવારી વાંઢ ગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારા મારીની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, બાયવારીવાંઢ ગામમાં બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં જોરદાર મારામારી થઈ હતી.જેમાં બેગમામદ જત નામના યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અબડાસા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
પોલીસે હત્યાના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી છે. આ ઘટનાને કારણે ગામમાં તંગદિલીનો માહોલ છવાયો હતો. જોકે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.