Get The App

બગોદરા હાઈવે પર ગેરકાદે પાર્ક ટ્રેલર પાછળ કાર અથડાતા એકનું મૃત્યુ

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
બગોદરા હાઈવે પર ગેરકાદે પાર્ક ટ્રેલર પાછળ કાર અથડાતા એકનું મૃત્યુ 1 - image


ગોઝારા અકસ્માતમાં ત્રણને ઇજા

હાઇવે પર ગેરકાયદે વાહન પાકગના કારણે અનેક માનવ જીંદગી હોમાઇ ઃ કડક કાર્યવાહી કરવા માંગ

બગોદરા -  બગોદરા હાઈવે પર ટોલટેક્સ નજીક સોમવાર મોડી રાત્રે વડોદરાથી ગોંડલ જઇ રહેલી એક ઈકો કાર રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રેલર પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ મુસાફરને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

બગોદરા હાઈવે પર ટોલટેક્સ નજીક હોટલ પાસે હાઇવે પર ગેરકાયદે પાર્ક કરેલી એક ટ્રકની પાછળ મોડી રાત્રે ત્રણ વાગ્યે ઇકોવાન અથડાઈ હતી. આ ઘટનામાં દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ (રહે.હાલોલ, પંચમહાલ)નું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કુચડો બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા વળ્યા હતા. ઇજાગ્રસ્તને બગોદરા ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવા માટે ખસેડવામાં આવ્યા હતા. બગોદરા પોલીસને બનાવવાની જાણ થતા મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમે ત્યાં અને આડેધડ રીતે ટ્રક, ટ્રેલક પાર્ક કરીને ડ્રાઈવરો આરામ ફરમાવતા હોય છે. જેના કારણે અન્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ભૂતકાળમાં હાઇવે પર ગેરકાદે વાહન પાર્કિંગના કારણે અનેક માનવ જીંદગી હોમાઇ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરી હાઇવે પર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે.

Tags :