Gujarat

પરિવારમાં એક દિવસ એક આંબેલ અને એક હજાર નવકાર રાખશે સ્વસ્થ

By GS Team
16 Jul 20202 mins read
This article was originally published on 16 Jul 2020
પરિવારમાં એક દિવસ એક આંબેલ અને એક હજાર નવકાર રાખશે સ્વસ્થ

સુરત તા- 16 જુલાઇ 2020  ગુરૃવાર

જીંદગીમાં આપણે તો નહીં આપણા પૂર્વજોના પૂર્વજોએ પણ ન જોઈ હોય એવી સ્થિતિ આપણે આપણી ફાટી આંખે જોએઈ રહ્યા છીએ અને રડતા હૃદયે અનુભવી રહ્યા છીએ અને શી ખબર કોરોના શું છે? કુદરતનો ક્રુર કોપ હોય છે કે ષડયંત્રના સાપ જેવો અભિશાપ? જે હોય તે પણ એનાથી વિશ્વ આખું થરથરી રહ્યું છે.

લોકો જ્યારે કિ કર્તવ્ય મૂઢ સ્થિતિના શિકાર બન્યા છે ત્યારે પ્રગાટ અંધકારમાં એક જેતલિસોટામાં ત્રણ મહાપુરુષોના મુખારવિન્દના દર્શન થાય છે જેમેન સમસ્ત જિનશાસન પરમ શ્રધ્ધેયથી નતમસ્તક બની ગુરૃદેવ તરીકે સ્વીકારે છે. તેઓશ્રીના નામ છે. પન્યાસ પ્રવર પૂજ્ય ભદ્દંકરિવજયજી મ., પન્યાસ પ્રવર પૂજ્ય અભયસાગરજી મ અને પરમપૂજ્ય આચાર્યદેવશ્રી કલાપૂણુસુરી મ. અધ્યાત્મિવશ્વના સમ્રાટ સમાન આ મહાપુરુષોને જ્યારે ફણ આવી આપત્તિના નિરાકરણ માટે પૂછવામાં આવે ત્યારે ત્રણે પૂજ્યશ્રીનું એક જ સમાધાન રહેતું હોય છે કે પંચપરમેષ્ઠિની શક્તિ અચિન્ત્ય છે. ગમે તેવી આપત્તિ કે ઉપદ્રવો એમના પ્રભાવથી નષ્ટ થયા વિના રહેતા નથી.  હાલ જે કોરોનાનો ઉપદ્રવ ભયભીત કરી રહ્યો છે એના માટે પણ એ ત્રણ પુજ્યોની એક પ્રેરણા છે. કે જે પરિવારમાં નિત્ય એક આંબોલ અને એક હજાર શ્રી નવકાર મહામંત્રીનો જાપ થશે. એ પરિવારમાં કોરોનાનો પડછાયો પણ નનહીં પ્રવેશી શકે. તેઓશ્રી એની સચોટતા માટે જણાવતા કે એ  સર્વમાન્ય સિધ્ધાંત છે કે કોઈપણ ઉપદ્રવ કે તકલીફ પૂર્વે કરેલા કર્મના કારણે જ આવે છે. કર્મની શક્તિ જેટલી જોરદાર એટલી તકલીફ જોરદાર. એ કર્મની શક્તિને ઘટાડવી જરૃરી છે એ માટે આ બે પ્રયોગ રામબાણ ઉપાય છે. આંબેલનો તપ કર્મની શક્તિને તોડવાનું કામ કરે છે અને નવકારનો જાપ ઉપચારની શક્તિ વધારવાનું કામ કરે છે. એટલે તકલીફને બે તરફથી માર પાડવાથી એક કમજોર બની જાય છે. અન્તે નષ્ટ થઈ જાય છે. એથી પરિવારમાં એક દિવસમાં એખ આંબેલ અને એક દિવસમાં એક હજાર નવકાર કરવા જોઈએ.