Get The App

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ 1 - image



દહેજ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રૂ.  85 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ  જપ્ત કર્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક રામદેવ રાજસ્થાની હોટલ પાસે પાર્ક આઇસર ટેમ્પોમાં વોટર ટેંકમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાય છે. જેથી પોલીસે ધાતુની વોટર ટેંક કટર વડે કાપતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 566 પેટીમાંથી રૂ. 85, 87,400ની દારૂની નાની - મોટી કુલ રૂ.16,630 બોટલ ,રૂ.40 હજારની કિંમતની વોટર સ્ટોરેજ ટેન્ક, રોકડા રૂ 4,900, મોબાઈલ ફોન તથા ટેમ્પો સહિત કુલ રૂ. 1,06,37,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી જેસારામ વિશનારામ જાટ (રહે- રાજસ્થાન)એ કબુલાત કરી હતી કે, રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડથી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. અને સંપર્કમાં રહી દહેજ જતા રસ્તા પર પાર્ક કરવા જણાવ્યું હતું. અને આગળ વડોદરા તરફ જવાની સૂચના હતી.