વિદેશી દારૂની ૨૩૯ બોટલ, કાર અને મોબાઈલ ફોન સહીત કુલ ૨.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમને બાતમી મળી હતી કે, અંજારનાં મેઘપર કુંભારડીમાં આવેલા સિધેશ્વર પાર્કમાં રહેતા મૂળ રાપરનાં વ્રજવાણીનાં ૩૦ વર્ષીય જયસુખભાઈ માદેવાભાઈ ભાટિયા પોતાના ઘર પાસે પોતાનાં કબ્જાની કાર નં જીજે ૧૨ એઈ ૪૯૨૩માં વિદેશી શરાબનો જથ્થો રાખી અંતરજાળ રહેતા રવિરાજસિંહ મહીપતસિંહ જાડેજા સાથે મળી તેનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે સિધેશ્વર પાર્કમાં જયસુખનાં ઘરે દરોડો પાડયો હતો. જેમાં તેના ઘર પાસે પાર્ક કરેલી કારમાં પોલીસે તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૩૯ બોટલો જેની કિંમત રૂ. ૧,૪૬,૭૯૦ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂ, કાર અને એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૨,૦૧,૭૯૦નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


