ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર
ડેસર ગામમાં રહેતો જયેન્દ્ર ઉર્ફે ભયો સોલંકી દારૂનો જથ્થો જી.ઈ.બી. નજીક વરણોલી જતી નાળ ઉપર લાવી મુકી રાખેલ છે, જે હકિકત આધારે એલ.સી.બી. ટીમે દરોડો પાડતા ડેસર રોડ ઉપર જી.ઈ.બી નજીક વરણોલી જતી નાળમાં બે ખેતર અંદર જતા એક ઇસમ દુરથી ગાડીની લાઈટ જોઈ ભાગી ગયેલ અને સ્થળ ઉપરથી એક ઈસમ પકડાઇ ગયેલ જેનું નામઠામ પુછતા જયેન્દ્ર ઉર્ફે ભયો નરવતભાઈ સોલંકી રહે ડેસર, વાડી વિસ્તાર, તા. ડેસર જી. વડોદરાનો હોવાનુ જણાવ્યુ હતું. પકડાયેલ ઇસમની નજીકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક સ્કૂટર મળી આવ્યુ હતું.
પકડાયેલ ઇસમને ભાગી ગયેલ ઇસમના નામ બાબતે પુછપરછ કરતા સન્નીકુમાર સોલંકી રહે છાલીયેર તા.ડેસર જિ વડોદરાનો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે દારૂની 4464 બોટલો તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 5.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ તેમજ સ્થળ ઉપરથી ભાગી ગયેલ ઇસમ વિરૂધ્ધ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.